ખાનગી અહેવાલમાં કરેલ વિરુધ્ધ નોંધની અપીલ અરજીનો નમુનો ડાઉનલોડ અહી ક્લિક કરો
જે તલાટી મિત્રો ફિક્સ પગારમાં નોકરી કરતા હોય અને તેમના ખાનગી અહેવાલમાં જો વિરુધ્ધ નોંધ કરવામાં આવી હોય તો તેની અપીલ કરવા માટે મારી અપીલ અરજીનો અભ્યાસ કરીને નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રીને અપીલ અરજી દાખલ કરી દેવી.આ અપીલ અરજીનો નમુનો મારા બે વર્ષના ખાનગી અહેવાલ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માં તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી બન્નેએ વિરૂધ્ધ નોંધ કરેલ.જે માટે મેં જે અપીલ અરજી કરેલ તેનો જ નમુનો છે.તેમજ સાથે મેં તાલુકા પંચાયત માંથી જે માહિતી માંગેલ તેની અરજી પણ છે.આપ સૌની જાણ ખાતર એ ખાનગી અહેવાલની અપીલ અરજીનો હાલ જ એક તરફી રીતે નિકાલ નાયબ જીલ્લા વિકાસ અધિકારી કરેલ છે.ઉપરોક્ત બે વર્ષ મારા ખાનગી અહેવાલ સારા જ ગણવા એવો હુકમ કરેલ છે.જેથી દરેક ફિક્સ પગારના મિત્રોએ આનો એક વખત ખાસ અભ્યાસ કરવો.જેથી તમને ક્યારેય આવી અપીલ અરજી કરવાની થાય કે તમારા મિત્ર વર્તુળમાં કરવાની થાય તો તેનો ખ્યાલ આવે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો